એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે એન.સી.સી.ના 600 જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમા એન.સી.સી જીતનગરના કર્નલ અને કમાંન્ડીંગ ઓફિસર કે.પી.સિંઘ તથા તેમના એન.સી.સી.સ્ટાફના જવાનો હાજર રહેલા અને જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ. એસ.એસ.મિશ્રાએ એન.સી.સી. કેડેડ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડ વાહન ન ચલાવવું તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા વિગેરે બાબતનું માર્ગદર્શન કરી જરૂરી સુચનાઓ કરેલ અને એન.સી.સી. કેડેડ્સ સાથે ટ્રાફિકના નિયમો અંગે ચર્ચા કરી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા યોગદાન આપવા અપીલ કરી હતી.
Advertisement