Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ફાયરીંગ પોઝિશન્સ તબાહ

Share

પાકિસ્તાન તરફથી અકારણે ગોળીબારનો સરહદ પર તહેનાત બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્યના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાકિસ્તાની સૈન્યે નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવ્યાં હતાં. છેલ્લા ચાર દિવસોમાં બીએસએફે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પાકિસ્તાનની છાવણીઓ પર ૯૦૦૦ રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે.

Advertisement

ખાસ વાત એ છે કે, બીએસએફે ટાર્ગેટ બનાવીને જવાબી કાર્યવાહી કરી છે, જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સના ફયૂઅલ ડમ્પ (ઓઇલ ડેપો) અને ઘણી ફાયરિંગ પોઝિશન્સને તબાહ કરી દેવામાં આવી છે. બીએસએફ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુમાં ૧૯૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે.

પાકિસ્તાન તરફથી રવિવારે સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબારી કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાને પહેલેથી જ શાંતિ ભંગ કર્યો છે અને બીએસએફની ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ત્યાર બાદ બીએસએફે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૯૦૦૦ રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોર્ટારની સાથે અન્ય હથિયારો વડે પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

બીએસએફે કહ્યું છે કે, ફોર્સ ટાર્ગેટ બનાવીને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પાકિસ્તાની રેન્જર્સની ઘણી ફાયરિંગ પોઝિશન્સ, મોર્ટાર લોન્ચિંગ પેડ્સ, હથિયાર અને ઓઇલ ડિપોને નષ્ટ કરી દેવાયાં છે. ફોર્સે બે વીડિયો પણ જાહેર કર્યા છે, જેમાં ઓઇલ ડેપોનો નાશ કરવાનું જાણવા મળ્યું છે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ નાની નારોલીના હોદ્દેદારોની અગત્યની બેઠક મળી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીની ઉપરા છાપરી ઘટનાઓએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઊંઘ હરામ કરી

ProudOfGujarat
error: Content is protected !!