કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના ખૂબ જ નિકટના કહેવાતા અહેમદ પટેલ હવે આ દુનિયામાં નથી. પરંતુ તેઓ છેલ્લી ક્ષણ સુધી સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર રહ્યા. કોંગ્રેસમાં ટોચનું સ્થાન ધરાવતા અહેમદ પટેલ ખૂબ જ શરમાળ નેતા હતા અને 4 દાયકાથી વધુની રાજકીય કારકીર્દિ હોવા છતાં, તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યુ હતુ.
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલ પોતે રાજકીય પરિવારમાંથી આવતા હતા, પરંતુ તેમણે તેમના બાળકોને તેનાથી દૂર રાખ્યા હતા. 1976 માં ભરૂચથી ગુજરાતમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું અને ટૂંક સમયમાં જ તેઓ ઇન્દિરા ગાંધીની નિકટસ્થ બની ગયા. બાદમાં તેઓ રાજીવ ગાંધીના ખૂબ નજીક અને ખાસ રહ્યા.
ઇન્દિરા ગાંધીની હત્યા પછી, 1984 માં લોકસભાની 400 બેઠકોની બહુમતી સાથે રાજીવ સત્તા પર આવ્યા, ત્યારબાદ અહેમદ પટેલને સાંસદ હોવા ઉપરાંત પાર્ટીના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. બાદમાં તેમને કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા.
શર્મીલા સ્વભાવવાળા અહેમદ પટેલનું રાજનીતિક કેરિયર ખૂબ જ સફળ રહ્યુ, પરંતુ તેમણે તેમના પરિવારને રાજકીય ઝગઝગાટથી દૂર રાખ્યો હતો. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર છે અને તેનો પોતાનો વ્યવસાય છે. જ્યારે તેમની પુત્રી મુમતાઝ પટેલે વકીલ ઇરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા.મોહમ્મદ ઇશાકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઈના ઘરે 1949 માં જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને પ્રદેશના અગ્રણી નેતા હતા. રાજકીય કારકિર્દી બનાવવામાં એહમદ પટેલને તેમના પિતાની ઘણી મદદ મળી, જોકે તેમના બાળકો રાજકારણથી ઘણા દૂર છે.
1976 માં, અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો પણ થયા. એક પુત્ર અને પુત્રી, પરંતુ બંને કોંગ્રેસ અથવા કોઈપણ પાર્ટીના રાજકારણથી ઘણા દૂર રહ્યા હતા, જોકે પિતાના નિધન બાદ પુત્રી મુમતાઝ પટેલ હવે સક્રિય રાજકારણ માં નજરે પડી રહી છે અને તાજેતર માંજ તેઓએ 2024 ની લોકસભા ચૂંટણી લડવા માટેની પણ તૈયારી બતાડી હતી,
આજે તા.૨૧ ઓગષ્ટ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચનાં પનોતા પુત્ર સ્વ. અહમદભાઇ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે ૧૦ કલાકે, સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ૧૧.૩૦ કલાકે અને બપોરે ૧.૩૦ કલાકે માં શારદા ભવન હોલ, જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડ અંકલેશ્વર તેમજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પુષ્પાજંલીનાં અનેક કાર્યકમ તેમજ સાંજના ૫ કલાકે ભરૂચ રોટરી ક્લબ, રેલવે સ્ટેશન રોડ, સિટી સેન્ટર,બસ ડેપોની સામે, સ્મરણાંજલિ સભા રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ સહીત અન્ય આગેવાનો અને અહમદભાઇ પટેલના પરીવારજનો ઉપસ્થિત રહેશે.
– અહેમદ પટેલની રાજકીય સફર
1976 માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977 માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977 થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983 થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985 થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985 માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986 માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991 માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996 માં AICC ના કોષાધ્યક્ષ બન્યા
2000 માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006 માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા
ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા, તેમજ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે