Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

Share

નડિયાદ પાસેથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાં મળી આવેલ બીનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો  છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બે જનરલ કોચના કોરીડોર વચ્ચે પડી રહેલી શંકાસ્પદ બીનવારસી બેગમાંથી રૂપિયા ૯૯ હજાર ૨૦૦નો  ગાંજાનો જથ્થો મળી આવતાં નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આજે વહેલી સવારે નડિયાદ પાસેના ઉત્તરસંડા રેલવે સ્ટેશન જનરલ કોચના કોરીડોર વચ્ચે એક કાળા કલરની બેગ શંકાસ્પદ બીનવારસી હાલતમાં મળી આવી હતી. ટ્રેનમાં પેટ્રોલીંગ કરી રહેલા રેલવે એસ ઓ જી પોલીસને માણોસોને જાણ થતાં આવી પહોંચ્યા હતાં  કાળા કલરની બેગનો અંદર તપાસ કરતાં સેલોટેપ મારેલી કોથળીઓમા ૧૦ જેટલા બંગલોમાં વનસ્પતિ જન્ય ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ નડિયાદ સ્ટેશન આવતાં  ગાંજાને વજન કરતાં  ૯.૯૨૦ કેજી કિંમત રૂપિયા ૯૯ હજાર ૨૦૦ નો જણાઈ આવ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદે લાવી પોલીસથી પકડાઈ જવાના ડરે બિનવારસી હાલતમાં બેગને મુકી નાસી ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

ProudOfGujarat

શહેરા ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા આઇસીડીએસ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

નડિયાદમાં નવિન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં નગરયાત્રા નીકળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!