વિરમગામ શહેરમા સૌ પ્રથમ વખત મીની મેરેથોન દોડ ૨૬મી જાન્યુઆરીએ યોજાશે.
– આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” મા ૫૦૦ થી વધુ દોડવીરો ભાગ લેશે
– ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરો ને સર્ટીફિકેટ આપવામા આવશે..
સામાન્ય રીતે મેરેથોન દોડ કે મીની મેરેથોન દોડ નું આયોજન અમદાવાદ રાજકોટ સૂરત જેવા મોટા શહેરોમા કરવામા આવતું હોય છે અને મોટી સંખ્યા મા દોડવીરો ભાગ લેતા હોય છે. વિરમગામ શહેરમા ૨૬મી જાન્યુઆરી એ સૌ પ્રથમ વખત આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” નું આયોજન કરવામા આવ્યું છે. મીની મેરેથોન દોડની શરૂઆત શેઠ એમ.જે. હાઇસ્કૂલ ખાતેથી કરવામા આવશે. મીની મેરેથોન દોડમા ભાગ લેવા માટે આનંદ મંદિર વિરમગામ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી ૧૦૦ રૂપીયા રજીસ્ટ્રેશન ફી ભરી ને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
મીની મેરેથોન દોડના આયોજક ગોકુલ પટેલે વાતચીતમા જણાવ્યુ હતું કે માત્ર મીની મેરેથોન દોડ માટે નોંધણી કરાવેલ વ્યક્તિને જ દોડ ના સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે. સ્પર્ધકો એ કોઈપણ કિમતી વસ્તુ કે માલસામાન લઈને દોડવું નહીં. દોડના માર્ગ પર મેડિકલ સારવાર ઉપલબ્ધ રહેશે. દોડના માર્ગ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે. દોડ ની શરૂઆત અને અંત શેઠ એમ.જે. હાઇસ્કૂલ મેદાન રહેશે. ૬ કિમી દોડ માટેનો રિપોર્ટીંગ ટાઇમ સવારે ૬.૦૦ વાગ્યાનો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૩૦ નો રહેશે. ૩ કિમી દોડ માટેનો રિપોર્ટીંગ ટાઇમ સવારે ૬.૧૫ વાગ્યાનો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૪૫ નો રહેશે. ફોર્મ લેવાનું તેમજ જમા કરવાનું સ્થળ આનંદમંદિર સ્કૂલ રહેશે. ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડમા પ્રથમ આવનાર દોડવીર ને ગોલ્ડ મેડલ, બીજા સ્થાન પર આવનાર ને સિલ્વર મેડલ અને ત્રીજા સ્થાન પર આવનાર દોડવીર ને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવશે. આ ઉપરાંત ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરો ને સર્ટીફિકેટ આપવામા આવશે. આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” મા ૫૦૦ થી વધુ દોડવીરો ભાગ લેશે.
૩ કિલોમીટર મીની મેરેથોન દોડનો રૂટ
૩ કિલોમીટર મીની મેરેથોન દોડ માટે નો રીપોર્ટિંગ ટાઇમ સવારે ૬.૧૫ વાગ્યા નો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૪૫ નો રહેશે. દોડ શેઠ એમ,જે હાઇસ્કૂલ થી શરૂ થઈ સેવાસદન, APMC, મુનસર દરવાજા, ટાવરચોક, ગોલવાડી દરવાજા થી શેઠ એમ,જે હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.
૬ કિલોમીટર મીની મેરેથોન દોડ નો રૂટ
૬ કિલોમીટર મીની મેરેથોન દોડ માટે નો રીપોર્ટિંગ ટાઇમ સવારે ૬ વાગ્યા નો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૩૦ નો રહેશે. દોડ શેઠ એમ,જે હાઇસ્કૂલ થી શરૂ થઈ સેવાસદન, APMC, મુનસર દરવાજા, ગંગાસર તળાવ, રૈયાપુર દરવાજા, ભરવાડી દરવાજા, સિવિલ કોર્ટ, બસ સ્ટેશન, કે.બી.શાહ વિનયમંદિર થી શેઠ એમ,જે હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.
ભારતમાતા પૂજન કરી મીની મેરેથોન દોડ શરૂ કરશે
૨૬મી જાન્યુઆરીએ શેઠ.એમ.જે. હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત મહેમાનો અને દોડવીરો દ્વારા ભારતમાતા નું પૂજન કરવામા આવશે. ભારતમાતા નું પૂજન કર્યા બાદ આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” નો આનંદ મંદિર ના સ્થાપક મનુભાઈ પટેલ સહિતના મહેમાનો શુભારંભ કરાવશે.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.