Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના રૂંધા ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ચંદન વેચાણનું રેકેટ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે દંપતીની ધરપકડ

Share

ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટિમો સતત કામગીરી કરી રહી છે, ફોરેસ્ટ હદ વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાના કટિંગ હોય કે અન્ય પ્રવૃતિઓ બાબતે સતત ગુના ખોરીને અંજામ આપતાં તત્વોના કાયદાના પાઠ ભણવવામાં આવી રહ્યા છે, તેવામાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગને ગેરકાયદે ચાલતા ચંદન વેચાણના કૌભાંડને ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

ફોરેસ્ટ વિભાગની ટિમો દ્વારા વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં દરોડા દરમ્યાન ફોરેસ્ટના કર્મીઓ ચોંકી ઉઠ્યા હતા, રૂંધા ગામમાં રહેતું દંપતી ગેરકાયદેસર રીતે ચંદનના લાકડા, પાવડરનું વેચાણ કરતા હતા, હાલ ફોરેસ્ટ વિભાગે એક હજાર કીલો ઉપરાંતનો લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ઘણાં સમયથી સરકારી કે ખાનગી રહેઠાણ વિસ્તારમાંથી છુટા છવાયા અમૂલ્ય ચંદન ચોરી થવાના અનેક બનાવો સામે આવ્યા હતા, નેત્રંગના હાથાકુંડી મંદિરના વિસ્તારમાં પણ રાત્રીના સમયે તસ્કરો ચંદન ચોરી ગયા હતા, જે મામલાની તપાસ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા SOG અને હ્યુમન ઇન્ટેલીજન્સના સંકલનમાં રહી શરૂ કરવામાં આવી હતી.

Advertisement

નેત્રંગ ફોરેસ્ટ વિભાગને ચોક્ક્સ બાતમી મળી હતી કે ચોરી થયેલ ચંદનનો જથ્થો વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતેના એક મકાનમાં હોય ફોરેસ્ટના અધિકારીઓ બાતમીવાળી જગ્યાએ દોડી ગયા હતા જ્યાં રૂંધા ગામ ખાતે મૂળ સુરતના કામરેજના વિમલ મહેતાના ઘરેથી ચંદનનો જથ્થો મળી આવ્યો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ સહિત પોલીસે મામલે વિમલ મહેતાની પૂછ પરછ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

ચંદન ચોર વિમલ મહેતા છોટા ઉદેપુરથી લઈ ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતોના સંપર્કમાં રહી ઓછા ભાવે ચંદન ખરીદી કરી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો, સાથે સાથે જ્યાં ચંદન ચોરી થાય તે ચંદન ચોરોના સતત સંપર્કમાં રહી ચોરી કરેલ માલ પણ પોતે ખરીદી કરી લેતો હતો, અને જે તે માંગણી મુજબ મશીનરીનો ઉપયોગ કરી ચંદનને વિવિધ સ્વરૂપે સુરત તેમજ આજુબાજુના જૈન મંદિરોમાં વેચતો હતો, સાથે જ કોઈને શંકા ન જાય માટે વેચાણ અંગેનું બિલ પણ આપતો હતો.

હાલ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિમલ મહેતાની ધરપકડ કરી ચંદન ગોળ આખા, ચંદનના ટુકડા, ચિપ્સ, પાવડર, છોલ સહિતની વસ્તુઓ મળી અંદાજીત 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત…

ProudOfGujarat

ભરૂચ ના જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કર્યું વિરોધ પ્રદશન, ભાજપ ના નેતાઓ ની ફરમાવી પ્રવેશ બંધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!