Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં અવેરનસ પ્રોગ્રામ યોજાયો.

Share

આજરોજ તારીખ 18 /8/ 2024 ના રોજ અંકલેશ્વર ખાતે લાયન્સ સ્કૂલમાં એ એચ ટી યુ ના પી આઇ એન એસ વસાવા દ્વારા એક અવેરનસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં બાળકોને અપહરણ બાળમજૂરી પોસ્કો એક્ટના ગુના માનવ તસ્કરીના ગુનાઓની માહિતી આપી બાળકો આવા દુષણથી દૂર રહે કોઈ લાલચ લોભમાં આવી કોઈ ગુનાહિત કૃત્ય ના કરે તેવી સમજણ આપવામાં આવી.

આ પ્રોગ્રામમાં એ એચ ટી યુ ના પી.આઈ સહિત એ.એસ.આઇ કનકસિંહ ગઢવી તથા સ્કૂલના પ્રમુખ રૂપાલાજી તથા માજી પ્રમુખ જશુભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયત અંકલેશ્વરના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની તથા ઇંગ્લીશ મીડીયમ અને ગુજરાતી મીડીયમના પ્રિન્સિપાલ અને સ્કૂલ ટીચર તથા 1,000 થી વધુ બાળકો હાજર રહ્યા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ : શોએબ પાર્ક પાણીની ટાંકીથી નવી લાઈનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આજે વિધાનસભાનાં અધ્યક્ષને રાજીનામાં ધરી દીઘા.

ProudOfGujarat

ગોધરા LCB શાખાના બે કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરે છે તેવા આક્ષેપ સાથે મહિલાએ SPને લેખિત રજુઆત કરતા પોલીસબેડામાં ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!