સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ ચાલું ડ્યુટીએ કે વર્દી પહેરી રીલ્સ નહીં બનાવી શકે. સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરશે તો પણ પગલા લેવાશે. ગુજરાતના ડીજીપીએ આ મામલે એક પરીપત્ર જારી કરીને આચારસંહીતા બનાવી છે. જેનું ઉલ્લઘન હવેથી નહીં કરી શકાય.
પોલીસની વર્દીમાં કે પોલીસ સ્ટેશનની અંદર કેટલાક પોલીસ કર્મીઓ રીલ્સ બનાવતા હતા. ત્યારે આ મામલે ડ્યુટી પર રીલ્સ બનાવી વાયરલ કરનાર સામે કાર્યવાહી પણ વીડિયો વાયરલ થતા ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.
DGP વિકાસ સહાયે પરીપત્ર જારી કર્યો છે અને આ પરીપત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા માટે આચાર સંહીતાને લગતી બાબતો ટાંકવામાં આવી છે. પોલીસ કર્મી સોશિયલ મીડિયા દૂરઉપયોગ કરશે તો પગલા લેવાશે. વર્દીમાં રીલ્સ બનાવવી, આ સિવાય સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ, ફરજ પર જતા ફરજ સિવાયની રીલ્સ બનાવીને નહીં મુકી શકાય. પોલીસની છબી કલંકીત કરશે તો પણ પગલા લેવાશે આમ વગેરે બાબતોને લઈને તેમને પરીપત્ર જારી કર્યો છે. અગાઉ પણ આ મામલે સલાહ સૂચન આપવામાં આવી હતી છતાં કેટલાક કર્મીઓ ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું હતું.