Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

Share

ગુજરાતમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી લોકોમાં રોફ ઉભો કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તથ્ય કાંડ બાદ વાહનો પર સ્ટંટ કરીને રિલ્સ બનાવતા લોકોની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઉભો કરવા માટે હથિયારો લઈને વીડિયો બનાવવો સાત શખ્સોને ભારે પડ્યો છે. પોલીસે સાતેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ અમદાવાદમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખ્સો હાથમાં ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઊભો કરી રહ્યાં હતાં. આ વીડિયોને લઈને શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સાત લોકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો બનાવનાર ક્રિષ્ણા પટણી, રાહુલ પટણી, અરૂણ પટણી, વિપુલ પટણી, જ્યંતિ ઝાલા, કપિલ પટણી અને અજય પટણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ…

ProudOfGujarat

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!