Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનનાં રતન કાર્યક્રમ યોજાયો

Share

આઝાદીના અમૃતકાળમાં સમગ્ર દેશ જ્યારે “મારી માટી મારો દેશ : વીરોને વંદન” કાર્યક્રમ મનાવી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી અપાવવામાં જે નરબંકાઓએ શહીદી વ્હોરી છે તેમને યાદ કરવા તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે નગરજનોને પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કલેકટર તુષાર સુમેરાએ પ્રસંગોચિત પ્રવચન આપતા કહ્યું હતું કે, આવનારા સમયમાં ભરૂચ અને અંકલેશ્વરમાં હજુ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. રહેવા યોગ્ય ભરુચનું સ્વપ્ન આપણે બધાં ભેગાં મળીને પૂરું કરીશું. વધુમાં તેમણે સાહિત્યકાર સાંઈરામ દવેને ભરૂચની ઓળખ બનેલી સૂઝનીની ભેટ આપી સુજની કળા વિશે જણાવી એક ધરોહર સાચવવાના પ્રયાસ અને તેના પરિણામની ચર્ચા કરી હતી.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરા અવસર નગરજનોને માણ્યો હતો. આ પ્રસંગે સાંઈરામ દવેએ આઝાદીની ચળવળ ભાગ ભજવનાર ભરૂચના ક્રાંતિવીરોને યાદ કરી એમના કર્મોને વર્ણવ્યા હતા. આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણાએ પણ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ડીડીઓ પ્રશાંત જોશી, ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા સભ્ય હેમંત પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ મોટી સંખ્યામાં શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કાપોદ્રામાંથી બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

લ્યો બોલો – અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથક પાસે જ થયેલ લાખોની ચીલ ઝડપ મામલે ફરિયાદી એ ફરિયાદ આપવાનું ટાળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!