પતિ પત્ની વચ્ચે થતા અણબનાવ અને ઝઘડાનું પરીણામ ઘણી વાર ખુબ કરૂણ આવતું હોય છે જેમ કે તાજેતરમાં હોટલ રંગીનની સામે કચરા નીચેથી વિકૃત હાલતમાં મળી આવેલ મહિલાની લાશ એક પરિણીતાની હોવાનું જણાયું હતું એટલું જ નહિ પરંતુ આ પરિણીતાની હત્યા તેના જ પતિ એ કરી હતી.
તાજેતરમાં ભરૂચ નજીક ભોલાવ વિસ્તારમાં રંગીન હોટલ સામે કચરાની નીચે એક મહિલાની લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. આ અંગે ભરૂચ પોલીસ સી ડીવીઝન તંત્ર દ્વારા તપાસનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ માહીલાની લાશ અંગેના તમામ રહસ્યો અને ભેદ ખોલી દીધા હતા. જેમ કે આ મહિલાની ઓળખ તેમજ મહિલાની હત્યા કરવામાં આવી હતી અને પરીણીતાની હત્યાં તેના જ પતી એ કરી હોવાનું પોલીસ તપાસ દ્વારા જણાયું હતું.
હોટલ રંગીનાની સામે નંદેલાવ ઓવર બ્રિજની પાસે કચરાની ડમ્પિંગ સાઈડમાંથી અજાણી મહીલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે સી ડીવીઝન પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી હતી સૌ પ્રથમ ગુમ થયેલા વ્યક્તિ અંગેની તપાસ કરી હતી મહિલાએ કાળા રંગની જર્સી અને ફૂલ ભાત વાળું લેન્ગીઝ પહેરેલ હોય તેના કંપનીના આધારે ઓળખનાં ચક્રો ગતિમાન પોલીસ કર્યા હતા. જેમાં પોલીસ મથકમાં તાજેતરમાં તારીખ ૧૧ મી જાન્યુઆરીના રોજ ગુમ થનાર જી.ઈ.બી કર્મચારી સોસાયટી વિલાસબેન સંદિપભાઈ બેરાવાલાની જાણવા જોગ અરજી હતી જેના આધારે ગુમ થનાર વિલાસ બેનના પિતા રમેશભાઈ પાતનવાડિયા તેમજ તેના પુત્રી ૧૨ વર્ષીય મુક્તિને અને સંદીપ બેરાવાલાને બોલાવી મૃતદેહ બતાવતા મુક્તિ એ મૃતદેહ ની ઓળખ કરી હતી. ત્યાર બાદ મૃતક વિલાસ બેન નાં પિતાએ સંદીપ બેરાવાલા પ્રત્યે શંકા વ્યક્ત કરતા પોલીસે સંદીપની પૂછતાછ કરતા તેને કબુલ્યું હતું કે તારીખ ૧૧ મી ની રાત્રીએ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે સંદીપ બેરાવાલએ પોતાની પત્નીનું ગળું દબાવી બ્લેડ વડે કાપી નાખી તેણીને મોતને ઘાટ ઉતારી હતી.
ત્યાર બાદ સંદીપ પોતાની ગાડીમાં વિલાસનો મૃતદેહ લઇ જઈ નંદેલાવ ઓવરબ્રિજ પાસેના કચરાના ઢગલામાં દાટી દીધો હતો જેની તપાસ સી ડીવીઝન પોલીસે કરી હતી. પી.આઈ. આર.ડી.કવાએ જણાવ્યું હતું કે પોલેસે આ હત્યાનો ભેદ ઉકેલી સંદીપ બેરાવાલાની અટકાયત કરી ગુનામાં વપરાયેલ કાર જપ્ત કરી હતી. જો કે આ બનાવામાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.