Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

Share

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી… મારો દેશ…’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસ.આર.પી. ગ્રુપ-૧૦,રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ દેશને આઝાદી મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ તમામ વીર શહીદોના યોગદાનને બિરદાવવા માટે એક સુંદર તિરંગા યાત્રા(ફ્લેગ માર્ચ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

“મેરી માટી મેરા દેશ”: મિટ્ટીકો નમન, વિરોકા વંદન કાર્યક્રમ અંતર્ગત અનેક કર્તવ્યનિષ્ઠ સેનાના જવાનો પોતાના જાનની પરવા કર્યા વિના અને ઘર પરિવારની ચિંતા પણ કર્યા વિના દેશ માટે બલિદાન આપીને અમર થયાં છે એ તમામ વિરોને શ્રદ્ધાંજલી આપી પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જે બાદ નેત્રંગ તાલુકાના મુખ્ય મથક ખાતે તિરંગા યાત્રા(ફ્લેગ માર્ચ)નું આયોજન કરવામાં આવ્યું હતુ.

નેત્રંગ તાલુકાના મામલતદાર અનિલભાઈ વસાવા, એસ.આર.પી. ગ્રુપ-૧૦ના અધિકારી અને સ્વામીનારાયણ સંપ્રદાયનાનાં સંતો પ.પૂ.ભકિત વલ્લભ સ્વામી, પ.પુ.પ્રિયદર્શન સ્વામી દ્વારા લીલી ઝંડી આપી આં તિરંગા યાત્રા(ફ્લેગ માર્ચ)ને નેત્રંગ ગ્રામ પંચાયતના માંડવી રોડ પર આવેલ બાગ ખાતે થી પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રા(ફ્લેગ માર્ચ)માં પોલિસ બેન્ડ અનેં ડી.જેના દેશ ભક્તિના સંગીતની સુરાવલી સાથે સમગ્ર ટાઉનના નેત્રંગ ચાર રસ્તા, એમ.એમ.ભક્તા હાઇસ્કુલ, જીન બજાર, મંગળવાળી વિસ્તાર, જવાહર બજાર, ચાર રસ્તા અને નેત્રંગ ગ્રામ પંચાયતના બાગ ખાતે રાષ્ટ્ર ગીત કરી આં ફ્લેગ માર્ચનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ તિરંગા યાત્રા(ફ્લેગ માર્ચ)માં ૫૮૮ જેટલા એસ.આર.પી. ગ્રુપ-૧૦ જવાનો અને તાલીમાર્થીઓ, નેત્રંગ પોલિસ મથકોના પોલિસ જવાનો, જી.આર.ડી. અને સ્ટુડન્ટ પોલિસ કેડેટ જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ નેત્રંગ ટાઉનના વિવિધ રાજ માર્ગો પરથી પસાર થતા ગ્રામજનોએ “વંદે માતરમ્…” અને ભારત માતાના જય ઘોષ સાથે આવકારી હતી. તેમજ પ્રાથમિક કન્યા શાળા ગાંધી બજાર ખાતેની બાળાઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એમ.એચ.પરમાર, આર.એસ.વસાવા અને એમ.વી.બીરાડીસ તેમજ એસ.આર.પી.એફનાં જવાનો તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.ગોહીલ તેમજ પોલીસના જવાનો, હોમગાર્ડ,જી.આર.ડી, તેમજ S.P.C કેડેટ તેમજ પ્રાથમીક શાળાના વિધાર્થીઓ મળી આશરે ૫૦૦ અધિકારી / જવાનો અને તેમજ નેત્રંગ તાલુકાના ઉત્સાહ યુવાનો અને આગેવાનો આ ફ્લેગ માર્ચમાં ઉત્સાહ પૂર્વક જોડ્યા હતા.


Share

Related posts

અભિનેતા અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મમાં રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat

ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ “બેફામ”માં ગોપાલ ઇટાલિયા ના જુતું મારતા સિને ફિલ્મ ને ચર્ચાસ્પદ બનાવી ………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!