માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી વહીવટી મંજૂરી આપતા વિદ્યાર્થીઓ અને વિસ્તારના લોકોમાં આનંદની લાગણી આપી ગઈ હતી.
વાંકલ ખાતે કાર્યરત સરકારી આર્ટસ કોલેજમાં સને-૨૦૧૭ ના વર્ષમાં વાણિજય કોલેજ ચાલુ કરવા માટે સરકારશ્રીએ મંજુરી આપેલ હતી. સરકારશ્રીની મંજુરી મળતા કોમર્સ કોલેજમાં ૬૦૦ જેટલા માંગરોળ, ઉમરપાડા, વાલીયા, માંડવી, નેત્રંગ, સાગબારા, ડેડિયાપાડા, વિગેરે તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કા૨ણે કોલેજમાં ઓરડાની સંખ્યા ઓછી પડતી હોય, વાણિજય કોલેજના નવા મકાનના બાંધકામ માટે સુરત જિલ્લાના ભાજપ મહામંત્રી દિપકભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ મુકુન્દભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા, ૨મેશભાઈ વસાવા, સુ.જિ.પં. સિંચાઈ અને સહકાર ચેરમેન અલ્ઝલોન પઠાણ, તાલુકા પંચાયત સદસ્ય ડો.યુવરાજસિંહ સોનારીયા તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો તેમજ કાર્યકરો એ સ્થાનિક ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને રજુઆત કરી હતી. તેના સંદર્ભે તેઓશ્રીએ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈને વાણિજય કોલેજના મકાન બાંધકામની મંજુરી માટે સને – ૨૦૨૩–૨૪ ના બજેટમાં સમાવેશ ક૨વા રજુઆત કરી હતી.
ઉપરોકત ૨જુઆત સ૨કા૨શ્રીએ ગ્રાહય રાખી વાંકલની સ૨કા૨ી આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં વાણિજય કોલેજનું નવું બાંધકામ કરવા માટે રૂા.૫.૪૮ કરોડની વહીવટી મંજુરી આપી છે. આ મંજુરીના પગલે સમસ્ત આદિવાસી વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા ઉપરોક્ત તમામ કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો.