Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Share

અમેરિકા જતા નવ લોકો ગુમ થવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં પ્રાંતિજ વિસ્તારના એક પરીવારે આ મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી. ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અમેરિકા જતા નવ લોકો ગુમ થવાના કેસમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે 9 પરિવારોની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સરકાર શું પગલાં લઈ રહી છે. પરિવારો વતી વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

Advertisement

ગુજરાતમાંથી અમેરિકા ગયેલા નવ લોકો ગુમ થવાના મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કબૂતરબાજીના શિકારની ઘટના અંગે સાબરકાંઠા પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસ ફરિયાદમાં ગાંધીનગરના ડીંગુચાનું કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારે પીડિતાના પરિવારજનો માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા નવ લોકોના સંબંધીઓ દ્વારા કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સત્યને ઉજાગર કરવા માટે, પરિવારોના વકીલે પીઆઈએલ દાખલ કરી છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. અરજીમાં ગુમ થયેલા લોકોની જીવલેણ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ઝડપી કરવા કોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.


Share

Related posts

ચોરી ના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

નવસારી-મજૂરીનાં નાણાં માંગવા જતાં યુવાનને મોત મળ્યું..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા 108 ના કર્મચારીઓ નો આહવા ખાતે કરાયો સન્માન……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!