એસજી હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોની આશંકાએ આ ચેકિંગ કરાયું હોવાની વિગતો સામે આવી રહી છે. ડ્રગ્સ અને નશીલા પદાર્થોને લઈને સતત તપાસનો ધમધામાટ ચાલી રહ્યો છે. ત્યારે આ રીતે તપાસ તેજ કરાઈ હતી.
અમદાવાદમાં સિંધુભવન વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો મોડી રાત સુધી અહીં બેસતા હોય છે. અહીંથી સ્પીડમાં વોહનો પર સ્ટંટ કરતા યુવાનોના વીડિયો પણ અગાઉ વાયરલ થયા છે.
એસજી હાઈવે પર મોટી સંખ્યામાં કેફે આવેલા છે. ત્યારે કેફે પર ઘણા યુવાનો મોડી રાત સુધી બેઠા હોય છે. ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોને લઈને પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે ચાલી રહેલી પોલીસની ડ્રાઈવમાં વાહનોના ચેકિંગ ઉપરાંત કેફેમાં ચેકિંગ કરાતા કેફેના માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો અત્યારે ઝડપી પાડવાની કવાયત અમદાવાદ પોલીસ દ્વારા ચાલી રહી છે. ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ અચાનક જ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને કેફે પર ચેકિંગ કરાયું હતું.
શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ ચેકિંગ ચાલી રહ્યા છે. સિંધુભવન, એસજી હાઈવે ડ્રગ્સને લઈને અનેક માહિતીઓ સામે આવતી હોય છે જેથી આ વિસ્તારના કેફે પર જ પોલીસની ટીમો ત્રાટકી હતી.