Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પીપલગ ગામની સીમમાં મહી કેનાલનું પાણી ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

Share

નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાંથી પસાર થતી મહિ સિંચાઇની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. અંદાજીત ૨૦૦ વીઘા કરતા વધુ ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. આ કેનાલનુ પાણી માતરના પરીએજ અને એથી આગળ છેક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે જે ખેતી અને પીવા માટે વપરાશ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની નજીકથી પસાર થતી આ કેનાલ પાસે બુલેટ ટ્રેનના સત્તાધીશો દ્વારા કેનાલ નજીક પાળો બનાવવામાં આવી હતી. પરંતુ પાણીનો ફોર્સ વધતા આ પાળો પાણીના વહેણમાં ધોવાઈ જતા પાણી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સાઇટ પર ફરી વળ્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મજુર કોલોનીની અંદર ગુરુવારના મધરાતે કેનાલના પાણી ઘૂસ્યા હતા.

આ બનાવ અંગે કાર્યપાલક ઈજનેર પેટલાદ સિંચાઇ વિભાગના નરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પીલ્લર નાખવાની કામગીરી હતી અને આ માટે કેનાલ પાસે પાળો બનાવ્યો હતો. પરંતુ આ પાળો ગુરુવારના મધરાતે લગભગ સાડાબાર વાગ્યાની આસપાસ ધોવાતા આ ઘટના બની હતી. અમને જેવી ઘટનાની જાણ થતાં અમે તુરંત પાણી કાપી ૧ કલાકની અંદર જ પાળાનુ સમારકામ કરી દીધું હતું. જેથી મોટી ઘટના થતી ટળી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બારનું 95.16% પરિણામ આવ્યું.

ProudOfGujarat

રાજપીપળામાં આડા સબંધના વેહમે પત્નીનું પતિએ ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધું.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદિના ગુજરાત પ્રવાસ પહેલા જ એટીએસનું મોટું ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!