દેશની આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે હર ઘર તિરંગા 2.૦ કેમ્પેઇન હેઠળ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સરકારી વિભાગો, શાળાઓને પણ સાંકળવામાં આવી છે. જેથી ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે તિરંગા વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે તેમજ ભરૂચ જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસમાં તિરંગાનું વેચાણ ચાલુ છે. જેમાં ભરૂચ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.વી. પરમારે જણાવ્યું હતું કે તિરંગાની સાઈઝ ૨૦ X ૩૦ સે.મી. રાખવામાં આવી છે જેનું વેચાણ રૂ.૨૫/- ભાવે ભરૂચ જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે તો ભરૂચ અને નર્મદા જિલ્લાના દરેક નાગરિકને તેનો લાભ લેવા અનુરોધ પણ કરાયો છે તેમજ ભરૂચ પોસ્ટલ ડિવિઝન દ્વારા રાખી કવરનું વેચાણ પણ ચાલુ કરવામાં આવ્યું છે.
ત્યારે આજરોજ આ અભિયાન અંગે વધુ જન જાગૃતિ લાવવા અને તેનો પ્રચાર પ્રસાર થાય તે હેતુ સર તિરંગા બાઈક રેલીનું આયોજન કરાયું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પોસ્ટ વિભાગના કર્મચારીઓ એકત્રિત થઇ રાષ્ટ્રધ્વજ સાથે સલામી આપી ભરૂચના નગર જનોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.