Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળની એસ.પી.એમ હાઇસ્કુલમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

Share

માંગરોળની કે. આઇ.મદ્રેસા ટ્રસ્ટ, સંચાલિત એસ.પી.એમ.બોયઝ , અને એસ.પી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય સઈદ લીલગરે કર્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત સુંદર રીતે રજૂ કરી બલિદાન આપનાર વીર ક્રાંતિકારીને શ્રધાંજલિ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની એ પંચપ્રણ શપથ લેવડાવ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ માટી સાથે સેલ્ફી લઇ રાષ્ટ્રગાન કર્યું. આ કાર્યક્રમમાં ઇબ્રાહિમ મેમાન, ઇસ્માઇલ પટેલ, મહમદભાઈ રાવત, મહમદભાઇ રાવત,(શેઠ) ઇસ્માઇલભાઇ રાવત તાડવાલા, ઈસ્માઈલભાઈ રાવત (શેઠ) હાજર રહ્યા હતા. દેશભક્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ તેમજ શિક્ષક સ્ટાફ તરફથી રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઇકબાલ સૈયદ એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી

ProudOfGujarat

“સ્ત્રીઓ વિના જીવન નથી” : સુહૃદ વર્ડેકર…

ProudOfGujarat

વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!