Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-બગોદરા હાઈવે પર ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતમાં 10 ના મોત

Share

આજે અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રકની પાછળ મિની ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં પાંચ મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે.

અમદાવાદ બગોદરા હાઈવે પર પંચર પડેલી હાલતમાં એક ટ્રક ઉભી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતી મિની ટ્રક આ ટ્રકમાં ઘુસી ગઈ હતી. જેમાં 10 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતમાં મોતને ભેટનારા કપડવંજના સુધાગામના રહેવાસી હોવાની પ્રથામિક જાણકારી મળી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતા ચિંતિત.

ProudOfGujarat

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ : આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ , જાણો શા માટે વ્રતની કરાઇ છે ઉજવણી ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!