આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિ ને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.9 થી 31 ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” અભિયાન દેશભરમાં થઈ રહી છે ત્યારે આજરોજ વેરાકુઈ, કંસાલી ગામે જવાન રમેશભાઈ ગામીત હાજર રહ્યા હતા અને ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. વીર જવાનોની શ્રધ્ધાંજલિ અર્પી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે માંગરોળ તાલુકાના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા, કંસાલીના સરપંચ હરેન્દ્ર ગામીત, વેરાકુઈના સરપંચ કરમાભાઈ ગામીત, આંગણવાડીની બહેનો, શાળાના સ્ટાફગણ તેમજ તલાટી કમ મંત્રી, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Advertisement