Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગતાં પાંચથી વધુ લોકો દાઝયા

Share

અમદાવાદના સરખેજ વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાછળ નાયકના મઢમાં આવેલા એક મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગી હતી. જેના કારણે સમગ્ર આગ ઘરમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા 3 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં લાગેલી આગમાં પાંચથી સાત લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામને નાની-મોટી ઇજાઓ થઈ છે. કોઈ ગંભીર હોય તેવું હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું નથી. આગ લાગવાના કારણે સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના સરખેજ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળ શીતળા માતાનું મંદિર આવેલું છે. જેમાં નાયકનો મઢ નામની શેરીમાં એક મકાન આવેલું છે. મકાનમાં ગેસનું ગીઝર ચાલુ હતું, તે ગીઝરમાં અચાનક ભડકો થતા આગ લાગી હતી. આગના કારણે સમગ્ર ઘરમાં ધીમે ધીમે આગ પ્રસરી ગઈ હતી. આગ લાગવાના કારણે ઘરમાં હાજર તમામ લોકોને આગની જાળ લાગી હતી. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો, તેમજ ગેસના બાટલાઓને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં નાની-મોટી ઇજાઓ થઈ છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

ProudOfGujarat

રાજપીપળા : એકલવ્ય સ્કુલ ગોરાની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!