જામનગરમાં 15 ઓગસ્ટના 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ નું આયોજન કર્યું હોય આ વર્ષે પણ શહેરમાં દરેક ખાનગી, સરકારી અને રહેણાંક મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાઈ તે માટે જામનગર મનપાએ જાહેર જનતાને અપીલ કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે તા. 13/8/23 થી તા. 15/ 8 /23 સુધી સમગ્ર શહેરમાં તમામ સરકારી ખાનગી બિલ્ડીંગો રહેણાક મકાનો એપાર્ટમેન્ટ ટેનામેન્ટ વગેરે જગ્યા ઉપર દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ તિરંગા ને સંપૂર્ણ સન્માન સાથે લહેરાવવાનો હોય તો ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે નગરજનો પાસે સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ સચવાયેલ હોય તે તમામ શહેરીજનો આ વર્ષે પણ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સંપૂર્ણ ઉમંગ ઉત્સાહ સાથે સંમેલિત થાઓ અને સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરે તેવી જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે. આપના પ્લેઝ અને સેલ્ફી https:// merimaatimeradesh.gov.in વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.