જંબુસર તાલુકાના મગણાદ ગામે તળાવની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા ૫ ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારીની સુચના અનુસાર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળીયા તથા પો.કો. કનકસિંહ મેરૂભા સહિત સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમીના આધારે જંબુસર તાલુકાના મગણાદ ગામે તળાવની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે બાદશાહ બકોર પટેલ, શકીલ કાલુ દિવાન, સંજય સુરસંગ ઠાકોર, સુરેશ સુરસંગ ઠાકોર, તથા વિજય ભીખા દોડીયા તમામ રહે. મગણાદ નાઓ ઝડપાઈ ગયા હતા. તેમજ રેડ દરમ્યાન રોહિતસિંહ હિંમતસિંહ સિંહ સિંધા તથા ચીરાગ પ્રવિણ પા.વા. રહે.મગણાદ નાસી છુટયા હતા. પોલીસે ધટના સ્થળેથી અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડ રૂપીયા ૧૭૦૦૦ તથા મોબાઇલ નંગ ૫ કિ.રૂ. ૨૫૫૦૦ તથા મોટરસાયકલ નંગ ૩ સહિત કુલ રૂ.૧૦૮૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.