(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
હાલ રાજપૂતોની સંસ્કૃતિની તોડી મરોળીને પદદ્માવત ફિલ્મ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરણી સેના અને રાજપૂતોના વિવિધ સંગઠનોએ લગાવ્યો છે.આગામી 25મીએ આ ફિલ્મના રીલીઝિંગને લઈને કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે કરણી સેનાનો આ વિરોધ યોગ્ય છે એમ જણાવી રાજપીપળા સ્ટેટના મહારાણી રુક્મણિ દેવીએ સમર્થન આપ્યું હતું।
હિન્દી ફિલ્મ પદ્મવત મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ક્ષત્રિયો માનવા તૈયાર નથી.ત્યારે રાજપીપલા સ્ટેટના મહારાણી રુકમણીદેવીજી ગોહિલ કે જેઓ રાજસ્થાનના જેસલમેર સ્ટેટના રાજકુમારી છે.તેઓએ કરણી સેના સહિતના સંગઠનો જે વિરોધ કરી રહ્યા છે તેમને ખુલ્લું સમર્થન આપ્યું છે. અને પદ્માવત ફિલ્મમાં બતાવવામાં જોહાર મામલે વિરોધ કરતા મહારાણીએ જણાવ્યું હતું કે પોતાની સંસ્કૃતિને બચાવવા કરવામાં આવેલ જોહર માટે મને મહારાણી તરીકે ગર્વ છે.પોતાની જાતે આગ ચાંપવી એ અઘરી ચીજ છે.દરેક હિન્દુસ્તાનીએ પોતાની સંસ્કૃતિ જાળવવી જરૂરી છે.જ્યારે પોતાના દેશની સેના હારી જાય ત્યારે જોહર કરવામાં આવતું હતું જોહર એ કોઈ જબરજસ્તી થતું ન હતું.કહી ફિલ્મનો વિરોધ યોગ્ય ગણાવ્યો હતો.