૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત સરકાર દ્રારા એક તરફ ડીજે ના તાલ સાથે આદિવાસી નૃત્ય સાથે ધામ ધુમથી ઉજવણી કરાઇ રહી છે. તો બીજી બાજુ રાજપીપળામાં ગુજરાત પ્રદેશ આદિવાસી એકતા પરિષદ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
હાલમાં જ મણિપુરમાં આદીવાસીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે જેને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં સરકાર પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, ત્યારે આદિવાસી એકતા પરિષદ દ્વારા કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો ધારણ કરી મૌન રેલી સ્વરૂપે અનોખી ઉજવણી કરી હતી. આદીવાસી એકતા પરિષદ દ્વારા આજના આ દિવસે મણિપુર મુદ્દે ચુપકીદી સેવતા ચૂંટાયેલા આદિવાસી પ્રતિનિધિઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આદિવાસી પર થતા અત્યાાર મુદ્દે ચૂંટાયેલા આદિવાસી પ્રતિનિધિઓ મોઢા પર આંગળી મુકી બેસી રહ્યા છે.
રાજપીપળા નંદભીલ રાજાની પ્રતિમા પાસે આદિવાસી એક્તા પરિષદના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદીવાસીઓ એકત્રિત થયેલ હતા, જ્યાં પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને વંદન કરી આદિવાસીઓએ મૌન રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આદિવાસી એક્તા પરિષદના આગેવાન ડૉ. શાંતિકર વસાવા એ મણીપુરની આદીવાસીઓ ઉપર અત્યાચારની ધટનાને વખોડી હતી અને રાજકિય પક્ષોના આદિવાસી નેતાઓ આ મામલે ચુપ્પી ધારણ કરી હોય તેમનાં પ્રત્યે રોષ ઠાલવ્યો હતો, વ્યારા ખાતે બજરંગદળના લોકો એ ગૌરક્ષાના નામે આદીવાસીઓ ઉપર હુમલા કર્યા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે પેહલા મુસ્લિમો ઉપર ગૌરક્ષાના નામે હુમલા થતા હવે આદિવાસીઓના ઉપર હુમલા શરૂ કર્યાં જેને આદીવાસી સમાજ શાંખી નહી લે તેમ પણ જણાવ્યુ હતુ.
રાજપીપળામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા કાળી પટ્ટી બાંધી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી
Advertisement