વિશ્વ આદિવાસી દિવસે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ખાતે ડીજેના તાલ સાથે આદિવાસી નૃત્યની રમઝટ જમાવી હતી. 9 મી ઓગસ્ટના રોજ ભરૂચ શહેરના માર્ગો ઉપરથી આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં, માથે સાફો બાંધીને તેમજ પારંપરિક વાજિંત્રો સાથે અને તીરકામઠા સાથે ઉમટી પડયા હતા.
વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજના લોકો દ્વારા વિવિધ ઝાંખીઓ સાથે આદિવાસી રેલી યોજી અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય હતી. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસી ઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું.
ભરૂચમાં આજે બંબાખાના ઇદગાહ પાસે વૃક્ષા રોપણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા રેલી શરૂ કરવામાં આવી હતી. જેમાં નાના મોટા સૌ કોઈ આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીનું સમાપન આચારજીની ચાલ ખાતે કરવામાં આવ્યું હતું. આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા હતા અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સુત્રોચ્ચાર કર્યા હતા.
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજાઇ.
Advertisement