ભરૂચ જીલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી.જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લેવાનાં ઉદ્દેશ્યથી રાખવામાં આવેલ પ્રોહી. જુગારનાં કેસો કરવા અંગેની ડ્રાઈવ અનુંસંધાને પાલેજ પોલીસ મથકનાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.દેસાઈ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, ભરૂચ તરફથી એક ઈસમ પોતાની કાળા કલરની GI-05-HP-6498 એક્ટીવામાં ઈંગ્લીશ દારૂ ભરીને પાલેજ સીટી પોઈન્ટનાં પાછળનાં રસ્તેથી ડુંગરીપાળ તરફ જનાર છે.
પાલેજ પોલીસ ટીમ બાતમીવાળી જગ્યા ઉપર વૉચ રાખતા એક્ટીવા આવતાં એક્ટીવા ચાલકને સાઈડમાં ઉભી રખાવી જોતાં એક્ટીવામાં પગ મુકવાની જગ્યાએ વાદળી કલરની પ્લાસ્ટીકની બેગ તેમજ સીટ ઉપર પાછળનાં ભાગે દોરીથી બાંધેલ મીણીયા થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પાલેજ પોલીસે પ્લાસ્ટીકનાં ક્વાટર નંગ-૨૮૮ કિં.રૂ.ર૮,૮૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી સંદિપકુમાર ચંદ્રભુવન નિષાદ જાતે હિન્દુ ઉ.વ.ર૬ ધંધો-મજુરી રહેવાસી-વરાછા, લક્ષ્મણનગર સોસાયટી,તા.જી.સુરત મુળ રહેવાસી, ગામ છતોના કલા, તાલુકો, લંભુઆ, જીલ્લો, સુલ્તાનપુર ઉત્તર પ્રદેશની અટક કરી તથા તેની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા પર૦/- તથા અલગ અલગ કંપનીનાં મોબાઈલ નંગ-ર કિં.રૂ.૩૫૦૦/- તથા એક્ટીવા કિં.રૂ.ર૦,૦૦૦/- ગણી કુલ્લે કિં.રૂ. પર,૮૨ર૦/- નાં મત્તાનાં મુદ્દામાલ સાથે સ્થળ પર પકડી પાડી ઝડપાયેલ આરોપી વિરૂધ પ્રોહી એક્ટ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.જયારે આ ગુનામાં પોલીસે મીનાબેન મહેશભાઈ માછી રહે, પાલેજ ડુંગરીપાળ તા.જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.