Proud of Gujarat
FeaturedGujaratINDIA

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

Share

હળવદના મિયાણી ગામ નજીક કપચી ભરેલા ડમ્પરમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. સાંજના સમયે રસ્તા પર એકાએક ડમ્પર ભડભડ સળગ્યું હતું અને આગની લાવાઓ રસ્તા પર લબકારા મારી રહી હતી. આ દુર્ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગની જ્વાળાઓ એટલે પ્રચંડ હતી કે સંપૂર્ણ ડમ્પર બળીને ખાખ થઈ ગયું હતું.

સોમવારે મોડી સાંજે હળવદ તાલુકાના મિયાણી ગામથી ટીકર તરફ જઈ રહેલ કપચી ભરેલા એક ડમ્પરમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક આગ લાગતા ચારેકોર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર આ પ્રકારે ડમ્પર સળગતા આગની પ્રચંડ જ્વાળાઓ દૂર દૂર સુધી લબકારા મારી રહી હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.

Advertisement

આ બનાવની જાણ હળવદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ પ્રચંડ આગને પગલે સંપૂર્ણ ડમ્પર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. અલબત્ત આ સંપૂર્ણ ઘટનામાં ડમ્પરના ડ્રાઇવર દ્વારા સમયસુચકતા દાખવતા તેનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાય એવું નથી.


Share

Related posts

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવના ફોટો પર ટિપ્પણી કરનારા નેત્રંગનાં યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ..!

ProudOfGujarat

પંચમહાલ: જાંબાજ LCB અને SOG ટીમનું સંયૂક્ત ઓપરેશન, ચાર ધાડપાડુઓની ગેંગ ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!