ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે આજરોજ તારીખ ૦૮ ઓગસ્ટને મંગળવારના રોજ સવારે 09.00 એ ઝાડેશ્વર 108 ઈમરજન્સી સેવાને ઝઘડીયા તાલુકાના ખરચી ગામનો પ્રસુતીના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઝાડેશ્વર 108 એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ ખરચી ખાતે શિમાબેન સુનીલભાઈ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં શિમાબેનને પ્રસ્તુતીનો દુખાવો ઉપડતા તેઓને ખરચી ગામથી ઝઘડીયા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા તે સમયે ગુમાનદેવ ફ઼ાટક પાસે સગર્ભાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ત્યાજ પ્રસુતિ કરાવી પડે એવું જણાતા ઇએમટી ભૂમિકાબેને પાઇલોટ સુરેશભાઈને કહીને એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી ડિલિવરી કરાવી હતી. અમદાવાદ સ્થિત ERCP ડોક્ટરના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સગર્ભા એ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ માતા અને બાળકને સ્થળ પર જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે. ત્યારબાદ તેમના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ 108 ઇમર્જન્સી સેવાને અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચ 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, એમ્બ્યુલસમાં જ સગર્ભાની સફળ પ્રસુતી કરાવી
Advertisement