જી.સી. ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત G- 20 વસુધૈવ કુટુંબકમ- વન અર્થ વન ફેમિલી – વન ફ્યુચર અને નિપુણ ભારત થીમ આધારિત હાંસોટ તાલુકાના બ્લોક કક્ષાનો કલા ઉત્સવ અને બાળવાર્તા સ્પર્ધા બી. આર. સી. ભવન હાંસોટ ખાતે યોજવામાં આવી.
જેમાં કુલ 35 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ 7 વિભાગ આધારિત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વાર્તા કથન સ્પર્ધા ધોરણ 1,2 માં પ્રાથમિક શાળા રાયમાની વિદ્યાર્થીની વસાવા અપેક્ષા દિનેશભાઈ, વાર્તાકથન સ્પર્ધા ધોરણ 3 થી 5 માં પ્રાથમિક શાળા આમોદ શેખ સાફિન રફીક, વાર્તા લેખન સ્પર્ધા ધોરણ 6 થી 8 માં શેખ મોહમદ અયાન મોહમદ આરીફ, ચિત્ર સ્પર્ધા 6 થી 8 માં પ્રાથમિક શાળા આમોદ શાહ રીમઝીમ નવલકિશોર, બાળકવિ સ્પર્ધા ધોરણ 6 થી 8 માં પ્રાથમિક શાળા ભક્તિનગર વસાવા સુજલ સંજયભાઈ, સંગીત ગાયન સ્પર્ધા ધોરણ 6 થી 8 માં પ્રાથમિક શાળા આમોદ જમાદાર ફઝીલા ઝુબેર, સંગીત વાદન ધોરણ 6 થી 8 માં પ્રાથમિક શાળા આંકલવા પરમાર મીતકુમાર પરેશભાઈ જેવા બાળ કલાકારો પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા જાહેર થયા હતા. તમામને હાંસોટના બી. આર. સી. કૉ-ઓરર્ડીનેટર અશોકકુમાર પટેલ અને હાંસોટના બીટ નિરીક્ષક શેખ ઈરફાનભાઈ, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ મંત્રી ભાવેશ પટેલે નિર્ણાયક શિક્ષકો અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવીને વિજેતા થવા બદલ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને જિલ્લા કક્ષાએ પણ સારું પ્રદર્શન કરી સફળતા મેળવે એવા આર્શીવચન પાઠવ્યા હતા.
હાંસોટ બી. આર. સી.ભવન ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
Advertisement