અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય નાર્કોટીક્સ બ્યૂરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ત્રણ ડીરેક્ટરો એનસીબીની રડારમાં છે. 13 દેશોમાં દવાની આડમાં ડ્રગ્સની નિકાસ થતી હોવાની વિગતો સામે આવી હતી.
પ્રાઈવેટ કંપનીમાં શું કોઈની સંડોવણી છે કે કેમ, તેને લઈને પણ શંકા છે. જો કે, અગાઉ આ મામલે કોંગ્રેસ નેતા અમતિ ચાવડાએ પણ આ મામલે તપાસ થવી જોઈએ તેમ માગ કરી હતી. જેથી આ કારસ્તાનમાં અન્ય કોઈ બાબુઓની મદદ લેવાઈ છે કે કેમ તે બાબતે પણ શંકા સેવાઈ રહી છે. અગાઉ અમિત ચાવડાએ પ્રેસ મીડિયા સમક્ષ અનેક બાબતો આ મામલે કહી હતી. કેટલાક આક્ષેપ પણ કર્યા હતા.
50 કન્ટેનરની 13 દેશોની વિગતો આ મામલે એનસીબીએ મંગાવી છે. થોડા સમય પહેલા એનસીબી દ્વારા શંકાના આધારે દવાનો જથ્થો પકડાયો હતો. જેમાં નશીલા પદાર્થોના શંકાના આધારે તપાસમાં બહાર આવ્યું છે કે, વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રીપોર્ટ પણ મોકલવામાં આવ્યા છે. જેથી રીપોર્ટમાં દવાનો જથ્થો કે જેમાં નશીલા પદાર્થ હશે તો કાર્યવાહી તેજ કરવામાં આવશે.
અગાઉ એક ડીરેક્ટરની ધરપકડ અને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. દવાની આડમાં ગુજરાતમાં નશીલા પદાર્થો સપ્લાય થાય છે કે કેમ, તેને લઈને રીપોર્ટમાં ખુલાસાઓ થઈ શકે છે.