Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

Share

નડિયાદ પાસેના કમળા ગામે આવેલ અને ૧૯૯૦માં જીઆઇડીસી માટે સંપાદન કરેલી લગભગ ૧૮ વીઘા જેટલી જમીન પર થોડા દિવસ અગાઉ જીઆઇડીસી દ્વારા કબજો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.  આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બંધાયેલા કાચા મકાનોને દુર કરાયા છે.

આ જમીનમાં રહેતા લોકોએ દબાણો કરતા જીઆઇડીસીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે  કાચા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. શનિવારે જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. આ વિસ્તારમાં અંદાજે ૩૦ થી વધુ કાચા મકાનો તોડી પડાયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અમે અહીયા કમળા ગ્રામ પંચાયતમા ટેક્સ ભરતા હતા અને જીઆઇડીસી  દ્વારા ગેરકાયદેસર રીતે અમારી મીલકતોને તોડી રહી છે. વધુમાં કોર્ટમાં કેસ ચાલુ છે છતાં કામગીરી કરાઈ છે. આ ચોમાસામા તમામ માલસામાન લઈને અમે ક્યાં જઈએ તેમ સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.

જ્યારે જીઆઇડીસી ના ડિવિઝન મેનેજર રાજેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૦ થી આ જગ્યા જીઆઇડીસી ને સંપાદન કરેલ છે અને અહીયા ગેરકાયદે દબાણો હતા. દબાણ કર્તાઓને અનેકવાર નોટીસો આપ્યા છતાં દબાણ ખાલી કરાયુ નહોતું. આ ઉપરાંત કોર્ટના તમામ કેસનો જીઆઇડીસી ની તરફેણમા ચુકાદો આવ્યો છે. માટે અ કામગીરી કરવામાં આવી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદ પટેલની વસમી વિદાય ટાણે પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અંત:કરણ પૂર્વકની ભાવાંજલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!