પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાં બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા ગુજરાત ભાજપના રાજકારણમાં નવી ચર્ચાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદેશ કક્ષાએથી તેમનું રાજીનામું સ્વિકારીને મહામંત્રીની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે.
વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. અનેક તર્ક વિતર્ક તેમના રાજીનામાં બાદ સેવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વડોદરાના મેયર પણ રહી ચુક્યા છે. જો કે, તેમને મહામંત્રી તરીકે રાજીનામું કેમ આપ્યું તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. જે રીતે ભાજપમાં અત્યારે રાજીનામામાં દોર ચાલી રહ્યો છે અને આંતરીક કલેહ જોવામાં આવી રહ્યો છે તેને જોતા પ્રદેશનું રાજકારણ પણ ગરમાયેલું છે.
જૂથ વાદનો ભોગ બન્યા હોય તેવી પણ અટકળોનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. એક પછી એક રાજીનામાં પડતા આ મહત્વનો ઘટના ક્રમ કહી શકાય છે. વડોદરાના રાજકારણમાં તેઓ સક્રીય રીતે નિભાવી ચૂક્યા છે. ત્યારે અચાનક તેમના રાજીનામાંથી અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે.
રાજીનામું આપી દીધું કે લઈ લેવામાં આવ્યું તે અંગે અટકળો પણ છે. તેમને અંગત કારણોથી રાજીનામું આપી દીધું છે. જૂથ વાદનો ભોગ બન્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અગાઉ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું રાજીનામું લઈ લેવાયું હતું. જો કે, સુનિલ સોલંકીને સારો એવો સંગઠનનો અનુભવ પણ છે.