ભરૂચ ના નંદેલાવ ગ્રામ પંચાયત ની હદ માં અને નંદેલાવ ઓવરબ્રિજ પાસે ની આવેલ ડમ્પીંગ સાઈટ ના કચરા ના ઢગલા નીચે એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગે કેટલાક સ્થાનિક લોકો અને સફાઈ કર્મચારીઓએ પોલીસ ને જાણ કરતા શેહર સી ડિવિઝન પોલીસ અને પ્રાંત અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તબીબી સહાય મેળવી મહિલાની ઓળખ અંગે શોધખોળ આરંભી હતી. બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર આર ડી કાવા એ જણાવ્યું હતું કે મૃતક મહિલા ની ઓળખ માટે ના પ્રયાસો હાથ ધરાયા છે એફ .એસ એલ. ની મદદ લેવા સાથે પી.એમ. રીપોર્ટ બાદ મૃત્યુ નુ કારણ જાણી શકાશે.
Advertisement