Proud of Gujarat
FeaturedGujaratINDIA

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે “નારી વંદન ઉત્સવ” અંર્તગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

Share

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરૂચ અલ્પાબેન પટેલના અધ્યકક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં નારી વંદન સપ્તાહ” ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની આગેવાનીમાં જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યકક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેશનલ રૂરલ લાઇવલીહૂડ યોજનામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ ગ્રામિણ વિસ્તારની સખી મંડળની ગરીબ મહિલાઓને રીવોલ્વીંગ ફંડ પેટે ૯ સખી મંડળને રૂ.૨.૭૦ (લાખ) તથા ગ્રામ સંગઠન -૯ ને IF (કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ) રૂ.૧૧૨.૫૦ (લાખ) ના ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ એ.વી. ડાંગી વગેરે જિલ્લા પંચાયત સભ્યશ્રી ઉપસ્થિતિમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે WBVF દ્વારા સહકારી મંડળીની જાણકારી માટે મીટીંગ યોજાઇ…

ProudOfGujarat

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી.

ProudOfGujarat

રાજપીપળામાં યોજાયો મેગા જોબ-ફેર : ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!