Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

Share

અમદાવાદમા યુવકના બાઈકના આગળના ભાગથી ઝેરી સાપ નિકળતા ગભરાયેલા યુવકે બાઈક ફંગોળી દીધું હતું. 1.5 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ વિજય ડાભીએ કર્યું હતું. બોનેટના ભાગે નિકળેલો સાપ જો ડંખી ગયો હોત તો સમયસર સારવાર ન મળતા યુવકને જીવ પણ જઈ શક્યો હોત.

અવારનવાર ઝાડી ઝાંખરા વિસ્તારમાંથી સાપ નિકળતા હોય છે પરંતુ વાહનો પર પણ સાપ નિકળવાની ઘટના બને છે. આવી જ ઘટના એક યુવક જ્યારે બાઈક લઈને જઈ રહ્યો ત્યારે બાઈકના આગળના બોનેટના ભાગથી સ્ટીયરીંગ પરથી સાપ દેખાતા યુવકે અચાનક ચાલું બાઈક પરથી હાથ લઈ લેતા બાઈફ ફેંકી દીધું હતું. યુવકે આમ પોતાને જીવનું જોખમ રહેવાના કારણે ગભરાયેલી હાલતમાં બાઈકને મુકી દીધું હતું.

બાઈકમાં સાપ ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ હતી અને વિજય ડાભીએ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને બાઈકના આગળના ભાગેથી મહા મુસિબતે આ સાપને બહાર કાઢ્યો હતો.

Advertisement

યુવક જ્યારે ઘરેથી નિકળ્યો ત્યારે તેને ખ્યાલ જ નહોતો કે, આગળના ભાગે ઝેરી 1.5 ફૂટ લાંબો સાપ પણ છે. જે સ્ટીયરીંગના આગળના ભાગેના બોનેટમાં છે. આ સાપ ત્યાં અંદર જ ફસાયેલો હતો. બાઈક આગળ ચાલતા હલન ચલન થતા સાપ પણ બહાર આવ્યો હતો. આ ઝેરી સાપ હતો જેમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. જો આ સાપ કરડે તો માણસનું મૃત્યુ થવાની પણ સંભાવના છે.


Share

Related posts

શહેરાના લાભી ગામે રોડ ઉપર રેલીંગ ન હોવાને કારણે હોનારતનો ભય સતાવી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનાં હોદ્દેદારોની બિનહરિફ વરણી.

ProudOfGujarat

રાજકોટ-જીલ્લા આર.આર સેલને મળી મોટી સફળતા..લાખ્ખોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!