અંકલેશ્વરમાં એ ડિવિઝન પોલીસે ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી સ્ટેશન સર્કલ ત્રણ તરફથી પિરામણ નાકા તરફ એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ નંબર GJ- 16 CQ 0659 લઈને એક ઈસમ આવતા તેને રોકી જરૂરી કાગળો માંગતા નહીં હોવાનું જણાવેલ અને સંતોષકારક જવાબ નહીં આપતા પૂછપરછ કરતાં શંકાસ્પદ જણાઈ આવતા તેનું નામ પૂછતાં મનીષભાઈ શૈલેષ વસાવા ઉંમર વર્ષ 32 રહેઠાણ સારંગપુર નવીનગરી અંકલેશ્વર જીઆઇડીસી જણાતા ચોરાઉ બાઈક સાથે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement