વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામની સીમમાંથી પસાર થતા રેલવે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. સર્જાયેલી ઘટનામાં ચાર થી પાંચ જેટલા શ્રમિકો ક્રેન નીચે દબાઈ જવાની તેમજ એક શ્રમિકનું મોત નિપજવા પામ્યું હતુ. ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના હાંડોદ, બોડકા કણભા, સુરવાળા માંગરોલ, સાંપા, ખાંધા, માનપુર ગામોની સીમમાંથી સરકારના ત્રણ મોટા રેલવે ફેઈટ ડેડીકેટ કોરિડોર, નેશનલ એક્સપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેન જેવા પ્રોજેકટ કાર્યરત છે.
જેમાંના કરજણ તાલુકાના કંબોલા માંગરોળ ગામની સીમમાંથી પસાર થતી રેલવે પ્રોજેકટ ઉપર બ્રીજ પર ક્રેન દ્વારા બ્રિજની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કોઈ પણ કારણોસર ક્રેનનો ભાગ બ્રીજ ઉપર તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં કામ કરી રહેલા અંદાજે ચાર થી પાંચ જેટલા મજૂરો ક્રેન નીચે દબાઈ ગયેલ હોવાનું જાણવા મળે છે. જયારે એક શ્રમિકનું ક્રેન નીચે દબાઈ જવાથી મોત નિપજ્યાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કરજણના કંબોલા ગામની સીમમાંથી પસાર થતાં રેલવે પ્રોજેકટની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન બ્રીજ પર તૂટી.
Advertisement