USને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રેટિંગ એજન્સી ફિચે તેની રેટિંગને AAA થી ઘટાડીને AA+ કરી દીધી છે. 2011 બાદ 12 વર્ષમાં પહેલીવાર આવું થયું છે જ્યારે USAની રેટિંગ ઘટાડી દેવાઈ છે. દેશની નબળી થતી આર્થિક સ્થિતિ અને વધતા દેવાના કારણે તેનું રેટિંગ ઘટ્યું છે. આ પહેલા S&P ગ્લોબલે દેશનું રેટિંગ ઘટાડ્યું હતું. ફિચનું કહેવું છે કે, છેલ્લા 2 દાયકામાં દેશમાં અનેક વાર નબળા ગવર્નેન્સને લઈને આર્થિક સંકટ તોળાયું છે. ત્યારે ખરાબ ગ્લોબલ સંકેતોના કારણે આજે ભારતીય શેરબજારમાં હાહાકાર મચ્યો છે.
ભારતીય શેર બજારમાં સેન્સેક્સ-નિફ્ટી આજે 1 ટકાના ઘટાટા સાથે બંધ થયા. ઑટો, બેંક, રિયલ્ટી અને તેલ-ગેસમાં પણ 1 ટકાનો ઘટાડો આવ્યો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેપારના અંતમાં 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 676.53 પોઈન્ટ અથવા 1.02 ટકા તૂટીને 65782.78 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207.00 પોઈન્ટ અથવા 1.05 ટકા તૂટીને 19526.50 પર બંધ થયો છે.
શુક્રવારે વેપારમાં Divis Labs, Nestle India, HUL, Tech Mahindra અને Asian Paints નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા. ત્યારે Hero MotoCorp, Tata Motors, Tata Steel, NTPC અને Bajaj Finserv નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા.
રોકાણકારોના એક દિવસમાં 3.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 2 ઓગસ્ટથી ઘટીને 303.31 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું, જે આ પહેલા બિઝનેસ દિવસ એટલે કે 1 ઓગસ્ટે 306.80 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે અંદાજિત 3.49 લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે.
મંગળવારે લાલ નિશાન પર બંધ થયું હતું બજાર
ગત બિઝનેસ સત્રમાં BSE સેન્સેક્સ 68.36 પોઈન્ટથી ઘટીને 66,459.31 પોઈન્ટ પર બંધ થયું હતું. NSEનો નિફ્ટી પણ 20.25 પોઈન્ટથી ઘટીને 19,733.55 પોઈન્ટ પર બંધ થયો હતો.