Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા

Share

રાજ્યમાં ટ્રાફીક ડ્રાઈવ અંતર્ગત એક સપ્તાહમાં 2700 થી વધુ નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા હતા. તેમાં પણ સૌથી વધુ કેસો અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યા છે.

પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન તેમજ દિવસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચેકિંગ પણ હાથ ધરાયું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો જોવા મળી રહ્યા છે.

Advertisement

તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ રાજ્યના મોટા શહેરોમાં પોલીસી ડ્રાઈવ શરુ કરી છે. જેમાં મોટી સંખ્યામાં નબીરાઓ ડ્રીક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરતા નબીરાઓ ઝડપાઈ રહ્યા છે.

પોલીસ માટે પણ આ મોટો પડકાર બનતા જઈ રહ્યા છે. અકસ્માતો વધતા પોલીસે વધુ કડકાઈ દાખવતા મોટા જંક્સન પર તેમજ શહેરમાં જ્યાં વાહનોની અવરજવર રહે છે ત્યાં ડ્રાઈવ શરુ કરી છે, જેમાં ફક્ત ડ્રીંક એન્ડ્ર ડ્રાઈવના જ 2700 થી વધુ કેસો સામે આવ્યા હતા. નશો કરીને બેફામ વાહનો યુવાનો હંકારી રહ્યા છે. જેનું તાજેતરમાં જ સુરતમાં ઉદાહરણ જોવા મળ્યું હતું. સન્ની નામના યુવકે 6 જણને અડફેટે લીધા હતા. પોલીસની ડ્રાઈવ છતાં પણ નશો કરીને યુવાનો વાહનો ચલાવી રહ્યા છે.


Share

Related posts

ઇશરત કેસમાં વણજારા-અમીન સામે કાર્યવાહી કરવા CBIએ મંજૂરી માગી

ProudOfGujarat

લીંબડી શહેરના પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની આમ આદમી પાર્ટીની જવાબદારી આપતા તેઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂના બુટલેગરને ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!