Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત

Share

મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમા બ્રિજના બાંધકામ સમયે ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડતા 16 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે તે દરમિયાન વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું હતું જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સાથે પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઉપરાંત મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે ચાર્જ સંભાળી લીધો છે. સ્થળને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

Advertisement

NDRF ના એક અધિકારીએ જણાવ્યું કે થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી. NDRF ની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ છે. આશંકા છે કે હજુ પણ છ લોકો ગર્ડર નીચે ફસાયેલા છે.


Share

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરાઈ.

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણ ખાતે પાણીની પરબનું સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!