Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

Share

ગાંધીનગરના રતનપુર ગામમાં SOG એ મોટી કાર્યવાહી કરી છે. ગામની સીમમાં આવેલી એક ઓરડીમાં રાધણ ગેસના સિલિન્ડરોનો સંગ્રહ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા કરિયાણાના બે વેપારીઓને SOG એ ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 41,600 ની કિંમતના 16 નંગ ગેસ સિલિન્ડર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SOG ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રતનપુર ગામની સીમમાં આવેલી એક ઓરડીમાં વૈદ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા રજનીકાંત પટેલ અને હિંમતરામ કુમાવત ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો રાખીને તેનું વેચાણ કરે છે. આથી એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો અને ગેસના 16 સિલિન્ડર જપ્ત કર્યાં હતા, જેની કિંમત આશરે રૂ. 41 હજરા 600 જેટલી થાય છે.

Advertisement

આ કાર્યવાહી હેઠળ પોલીસે રજનીકાંત અને હિંમતરામની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ઓરડી શાહપુર ગામના દશરથભાઇ પટેલ પાસેથી બંનેએ ભાડે રાખી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જાંબુઘોડાની ડોન બોસ્કો શાળા રાષ્ટ્રિય લેવલે ઝળકી.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ટ્રાયબલ સબ પ્લાન માંડવી કચેરી દ્વારા વિવિધ કામોનું આયોજન કરવા માટે પંચાયત કચેરીનાં સભાખંડમાં વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન મંત્રી ગણપતભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!