૩૧ મી જુલાઈ વિશ્વ સફાઈ મજદૂર દિનની ઉજવણી વ્યારા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સફાઇ કર્મી ભાઇઓ – બહેનો સાથે કરવામાં આવી.
સવારે ૭=oo કલાકે જૂની નગરપાલિકા કચેરીએ બાગ સમિતીના અધ્યક્ષ નિમિષાબેન તરસાડીયા, લારી-ગલ્લા સમિતિના ચેરમેન રાકેશભાઇ ચૌધરી, નગર સંગઠનના ઉપપ્રમુખ અનુપભાઈ ટેલર, રાજનભાઇ ચૌધરી તથા સમાજિક આગેવાન હેમંતભાઇ તરસાડીયા, ચંદ્રકાન્તભાઇ પ્રજાપતિ આરોગ્ય વિભાગના સબ સેનીઇન્સ્પેક્ટર સુરેશભાઈ રાણા ઉપસ્થિત રહી આરોગ્યકર્મી ભાઇઓ-બહેનોને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની તસ્વીર સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. પ્રથમ સીનીયર સફાઇકર્મી ભાઈઓ-બહેનોને પુષ્પ આપી સન્માનિત કર્યા. બાદ તમામ કર્મચારીને પુષ્પ આપી સન્માનિત કર્યા હતા.
પ્રસંગ અનુચિત હેમંતભાઇ તરસાડીયાએ પોતાનુ વક્તવ્ય રજૂ કરી તમામને સફાઇ મજદૂર દિનની શુભકામના પાઠવી સરકારએ નકકી કરેલ લઘુત્તમ વેતન મેળવવા તમામ મજદૂર ભાઈઓ-બહેનોનો હકદાર છે તે તેમને મળવો જ જોઈએ તે બાબતની ભારપૂર્વક ચર્ચા પોતાના વ્યક્તવ્યમા કરી હતી.
અંતે આભારવિધી સબ સેનીઇન્સ્પેક્ટર સુરેશભાઈ રાણાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન રાજેશભાઇ માંજલપુરીયાએ કર્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ સફાઈ મજદૂર દિનની ઉજવણી કરાઇ
Advertisement