Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંડવી તાલુકાના વેર-૨ (આમલી) ડેમમાંથી આંજે સાંજે ૬.૦૦ વાગ્યાથી એક ગેટ ખોલી ૧૦૦ કયુસેક પાણી છોડાશે

Share

માંડવી તાલુકામાં દરવાજાવાળો વેર-૨ (આમલી) ડેમ આવેલો છે. ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૮૦ મીટર છે. રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન ડેમનું નિયત રૂલ લેવલ નક્કી કરવામાં આવ્યું છે. આ રૂલ લેવલ સપાટી જોઈએ તો તા.૧-૭-૨૦૨૩ના રોજ રૂલ લેવલ ૧૧૧ મીટર, તા.૧-૮-૨૦૨૩ના રોજ ૧૧૩ મીટર, તા.૧-૯-૨૦૨૩ના રોજ ૧૧૫ મી., તા.૧-૧૦-૨૦૧૩ના રોજ ૧૧૫.૮૦ મી. નિયત કરવામાં આવી છે.

આજે તા.૩૧/૦૭/૨૦૨૩ના રોજ ૧૨.૦૦ વાગે ડેમની સપાટી ૧૧૨.૯૦ મીટર પહોંચી છે. હાલમાં આમલી ડેમ (વેર-૨ ડેમ)માં તેની કુલ પાણી સંગ્રહશક્તિના ૫૯.૫૭ % જથ્થો ભરાયેલ છે. પાણીનો ઇનફલો ૨૦૧.૦૦ ક્યૂસેકસ નોંધાયો છે. હાલમાં ચાલુ માસે જળાશયનું રૂલ લેવલ તા.૩૧/૦૭/૨૦૨૩ના રોજ ૧૧૩ મીટર જાળવવા પુરની પરિસ્થિતી ન સર્જાય તે ધ્યાને લઈ આજરોજ સાંજે ૬.૦૦ વાગ્યાથી આમલી ડેમમાંથી ૧ (એક) ગેટ ૦.૧૦ મીટર(૧૦ સે.મી) ખોલવામાં આવશે. દરવાજા મારફતે ૧૦૦ (સો) ક્યૂસેકસ પાણી છોડવાનું આયોજન છે. જે ધ્યાને લઈ ડેમમાં હેઠવાસમાં નદી કિનારે આવેલ પૂરથી અસરગ્રસત થાય તેવા માંડવી તાલુકાના ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

નોંધનીય છે કે, આમલીડેમ માંથી છોડવામાં આવેલ પાણી કીમ નદી કે ઓલપાડ તાલુકામાં જતું નથી પરંતુ આમલી ડેમનું પાણી તાપી નદીમાં માંડવી તાલુકાના વરેલી ગામ પાસે મળે છે.

વેર-૨ (આમલી)ડેમના હેઠવાસમાં આવેલા માંડવી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં જોઈએ તો, ગોરધા, અમલસાડી, કરવલી, કાછીયા બોરી, ગોદાવાડી, ગવાચી, ગોડસંબા, ગંગાપુર, બુણધા, દેવગીરી, માલદા, લીમદા, કોલખાડી, દેવગઢ, આંધરવાડી, જુનવાણ, વીસડાલિયા, ફુલવાડી, મોરીઠા, સાલૈયા, વાલરગઢ, ખરોલી, પીપરીયા, વરેલી, આમલી, કાલીબેલ, પારડી એમ ૨૭ ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો વેર-૨ યોજના વિભાગ-વ્યારાના કાર્યપાલક ઈજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

અત્તા માંઝી સટકલી : અંકલેશ્વરવાસીઓને પ્રદુષણે અંદરથી ખોખલા કરી દીધા….

ProudOfGujarat

ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ૭,૯૫,૦૦૦ નું વેન્ટિલેટર ડોનેટ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!