ટીમ સહાય ટ્રસ્ટ જયેશભાઈ મિસ્ત્રી, જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની અરવિંદભાઈ ગઢવી તથા ડીસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરાના સંયુકત ઉપક્રમે આર્થિક રીતે નબળા પરિવારોનાં ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપવામાં આવી.
રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા સમાજનાં સેવા ભાવિ લોકો પાસેથી ૧૫ સાયકલો ભેટ તરીકે સ્વીકારવામાં આવી. આ તમામ સાયકલોનું રીપેરીંગ કામ કરી નવા રંગરૂપ સાથે આર્થિક રીતે નબળા પરિવારોનાં ૫ વર્ષ થી ૧૫ વર્ષની ઉંમરનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઘરેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જવા સરળતા બની રહે એવા ઉમદા હેતુથી ભેટ સ્વરૂપે આપવામાં આવી. સાયકલોની સહાય મેળવી વિદ્યાર્થીઓએ સંસ્થાનો આભાર માન્યો. સેવાકીય કાર્ય વોર્ડ નંબર ૬ વિજયનગર હરણીરોડ ખાતે આવેલ પહાળી કાળકા માતા મંદિરમાં કરવામાં આવ્યું. સેવાકીય કાર્યમાં જયેશભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર ૪ ના કાઉન્સિલર પિન્કીબેન સોની, ભારતી બેન શાહ, વિસ્તારના આગેવાનો સાથે સંસ્થાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
વડોદરામાં રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપી
Advertisement