Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : CM ની હાજરીમાં ગુજરાત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે IESA સાથે MOU કર્યા

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે. ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાયબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઊભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને ગાઇડન્સ એન્ડ સપોર્ટ પૂરાં પાડશે.

એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે. રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર કરી વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે. ક્રિષ્નામૂર્થિએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisement

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે. આ MOU સાઈનિંગ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા તેમ જ IESA તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઈઝર વિવેક ત્યાગી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

31 ડિસેમ્બરને હજીવાર છે પરંતું વડોદરા પોલીસ હમણાંથી જ સક્રિય…

ProudOfGujarat

સુરત : નાની વેડમાં ‌નિચલા ફળીયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજુરોના મોત ‌નિપજ્યાં.

ProudOfGujarat

ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનનું કાલિકટ , કેરલા ખાતે સન્માન કરાયું :*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!