Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્ય સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને વન્યજીવના સંરક્ષણ માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેનું મહત્વ જાણાવ્યું હતું.

પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા દ્વારા વિશ્વમાં વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે રશિયાના સેન્ટ પિટર્સબર્ગ નામના શહેરમાં યોજાયેલી ટાઇગર સમિટમાં દર વર્ષે ૨૯ મી જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એમ જણાવવામાં આવ્યું હતું. ૨૦૦૬ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ વાઘની વસ્તી ૧૪૧૧ હતી. ૨૦૧૦ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ વાઘની વસ્તી ૧૭૦૬ હતી. ૨૦૧૪ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ વાઘની વસ્તી ૨૨૨૬ હતી. ૨૦૧૮ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ વાઘની વસ્તી ૨૯૬૭ હતી. ૨૦૨૨ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ હાલમાં વાઘની વસ્તી ૩૧૬૭ છે. એમ જણાવવમાં આવ્યું હતું. ડૉ. સેનમા દ્વારા પ્રોજેક્ટ ટાઇગર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઊજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓનું મૂલ્યાંકન ડૉ. રાજેશ સેનમા અને શીતલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ, પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્ય હતા. કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન ડૉ. પુષ્પા શાહ, તબસ્સુમ કુરેશી અને વિરલ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.  

Advertisement

Share

Related posts

સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ  ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!