ભરૂચના ટંકારીયા ગામે બાતમીના આધારે પાલેજ પોલીસે દરોડો પાડતા ગૌ માંસના જથ્થા સાથે ત્રણ શખ્સોને પાલેજ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે, અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા પાલેજ પોલીસે તજવીજ હાથ ધરી છે.
પાલેજ પીઆઇ એમએમ દેસાઈની સુચના અને માર્ગદર્શન મુજબ ટંકારીયા ગામે ઘોડી રોડ નવીનગરીમાં રહેતા અસ્લમ યુસુફ ઉમટા તેઓ પોતાના રહેણાંક મકાનમાં ગૌવંશનું કતલ કરી રહ્યા હોય તથા ઘરમાં ગૌમાંસનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોય પોલીસને બાતમી મળતા આ બાતમીના આધારે પાલેજ પોલીસે દરોડો પાડતા ત્રણ શખ્સો અસ્લમ યુસુફ ઉમટા, હમજા યુસુફ ઉમટા, લાલજી પ્રફુલ વસાવા રહેઠાણ ટંકારીયા ગામ ઘોડી રોડ નવીનગરી ખાતે ભેગા મળી એકબીજાની મદદગારી કરી 250 કિલો કિંમત રૂપિયા 25,000 તથા નાના-મોટા મોબાઈલ, તગારા, દોરડા, નાના-મોટા છરા, કુહાડી, ઇલેક્ટ્રીક વજન કાંટો, પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા 35,600 નો જપ્ત કરી ગૌ વંશનું કતલ કરતા ત્રણ શખ્સોને ઝડપી લઈ આઈ.પી.સી કલમ 295, 429, 114 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ દરોડા દરમ્યાન ફરાર આરોપી મુન્નાભાઈ રહેઠાણ ઇખર ગામ તાલુકો આમોદ જીલ્લો ભરૂચને ઝડપી પાડવા પાલેજ પોલીસે તજવીજ હાથ ધરી છે.