ગુજરાતમાં વ્યાજખોરી સામે પોલીસે અભિયાન ચલાવીને અનેક વ્યાજખોરોને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. પરંતુ વ્યાજના વિષ ચક્રમાં હજી પણ અનેક લોકો ફસાઈ રહ્યાં છે. કાયદો અને પોલીસનો ડર હજી પણ વ્યાજખોરોમાં રહ્યો નથી. શહેરમાં એક વૃદ્ધે ચાર ટકાના વ્યાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. રકમ ચૂકવી દીધા પછી પણ 11.54 લાખની માંગણી કરવામાં આવતાં વૃદ્ધે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને વ્યાજખોરને પકડવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ગોમતીપુરમાં રહેતા જ્યંતિભાઈ નાડિયાને પૈસાની જરૂર હોવાથી તેમના કાકાના દીકરા તુલસીભાઈ પાસેથી ગોમતીપુરમાં જયંતીભાઈ નાડિયા પરિવાર સાથે રહે છે. 15 ઓક્ટોબર 2007 માં તેઓએ પૈસાની જરૂર હોવાથી કાકાના દીકરા તુલસીભાઈ ચાવડા પાસેથી દોઢ લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં સિક્યોરિટી પેટે એક કોરો ચેક અને જમીન ગીરવે મૂકી હતી. 2008 માં જયંતીભાઈ પૈસાની જરૂર પડતા જમીન વેચવા માટે તુલસીભાઈની સહી કરાવવા ગયા હતા. ત્યારે જયંતીભાઈએ બીજા 50 હજાર આપ્યા હતા. વર્ષ 2009 માં તેમણે કુલ મળી 2 લાખ રૂપિયાની નોટરી અને બે કોરા ચેક આપ્યા હતા. એ સમયે પૈસા પરત આપતા ચેક અને જમીનના કાગળો પરત આપવાની વાત કરી હતી. 2017 માં જયંતીભાઈ પાસે પૈસાની સગવડ થતા તેમણે તુલસીભાઈને ઘરે બોલાવીને 2 લાખ પાછા આપી દીધા હતા.
જ્યારે જમીનના કાગળો અને કોરા ચેક પરત માગતા તુલસીભાઈએ જણાવ્યું કે, ઘરે આવીને આપી જઈશ. જયંતીભાઈ 2019 માં રિટાયર્ટ થયા બાદ તુલસીભાઈ અવારનવાર ઘરે આવીને જયંતીભાઈ પાસે વ્યાજે આપેલા રૂપિયા બે લાખનું વ્યાજ 11 લાખ 54 હજારની માગણી કરતા હતા. તુલસીભાઈના બનેવી અંબાલાલ વાઘેલા પણ તુલસીભાઈનું ઉપરાણું લઈને જયંતીભાઈને પૈસા કેમ આપતા નથી. તમારી જમીન આપી દો તેમ કહેતા હતા. જ્યારે 18 ફેબ્રુઆરી 2021 ના રોજ કોર્ટની ચેક બાઉન્સની નોટીસ મળી હતી. જેથી તુલસીભાઈએ ગીરો કરાર અને ચેકો પરત આપેલ નહીં. તેમજ ચેકો બેંકમાં ભરી કોર્ટની નોટીસ મોકલાવી જયંતીભાઈ સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે જયંતીભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તુલસીભાઈ અને અંબાલાલ સામે ફરિયાદ નોંધાવી હતી.