મોહરમ એ ઇસ્લામિક વર્ષનો પ્રથમ મહિનો છે મુસ્લિમો દ્વારા મોહરમ પર્વ ઇમામ હુસૈન (ર.અ.) ની યાદમાં મનાવવામાં આવે છે. આ બલિદાનનો દિવસ છે જેમાં ઇમામ હુસેન (ર.અ.) અને તેમના ૭૨ સાથીઓ સાથે કરબલાના મેદાનમાં સચ્ચાઈ માટે શહાદત વહોરી હતી ત્યારે સમગ્ર દુનિયામાં દસમી મોહરમને મનાવવામાં આવે છે.
સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળા ખાતે મોહરમની ઉજવણી કરાઇ હતી જેમાં મોહસીને આઝમ મિશનના વડા સૈયદ હસન અસ્કરી મિયાના આદેશ અનુસાર રાજપીપળા બ્રાન્ચ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ બાબતે મોહસીને આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચના વડા શાહનવાઝ પઠાણે જણાવ્યું હતું કે મોહરમ બલિદાન અને સબરનો મહિનો છે ઇમામ હુસૈન (ર.અ) દ્વારા પોતાના સાથીઓ સાથે કરબલાના મેદાનમાં સચ્ચાઈ માટે અને યઝીદના ક્રૂર શાશન સામે વિરોધ દર્શાવી શહાદત વ્હોરી ત્યારે આજે મોહસીને આઝમના વડા સૈયદ હસન અશકરી મિયાના આદેશ અનુસાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી આજના બલિદાનના દિવસને ઉજવવામાં આવ્યો છે અને ખાસ કરીને આજના દિવસે બિમાર દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તેવી દુઆઓ કરી હતી.